રશિયાના વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (ઈઈએફ)ની બેઠક દરમિયાન એક અનોખી ઘટના બની હતી ફોટો સેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સોફો રાખવામાં આવ્યો હતો, જ્યારે બીજા લોકો માટે ખુરસી હતી મોદીએ જ્યારે આ જોયું તો તેમણે સોફા ઉપર બેસવાનો ઈનકાર કરી દીધો હતો હાજર અધિકારીઓએ મોદી માટે ખુરસી મંગાવી ત્યાર બાદ મોદીએ ખુરસી ઉપર બેસીને ફોટો સેશન કર્યુ હતું