વડોદરા:આગામી દિવસોમાં ગુજરાતમાં કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મે હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે