અમદાવાદ:શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે 100 વર્ષ જૂનું મકાન ગુરુવારે બપોરે એકાએક ધરાશાયી થયું હતું આ દુર્ઘટનામાં 75 વર્ષીય વિમળાબેન, 36 વર્ષીય આશાબેન અને 85 વર્ષીય બળદેવભાઈનું મોત નિપજ્યું છે જ્યારે મોડી સાંજે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થતાં મૃત્યુઆંક 4 થયો છે જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું જેમાં 10 લોકો દટાયા હતા તે પૈકી 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હજુ અન્ય બે વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાથી તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે