રાજકોટ:સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ યથાવત છે ત્યારે આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે ઉના, અમરેલી અને જામનગરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા છે તો તાલાલામાં ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આ સાથે જ આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો