રાજકોટ:સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે અને 17મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે આ સમયે અંદાજે 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી અહિંયા પણ વરસાદ પડતો રહેશે આ સાથે આજે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું છે