કેરળમાં નેવીમાં ફરજ બજાવતા લેફન્ટનન્ટ અભિનવના લગ્નનો એક વીડિયો સામે આવ્યો હતો વેડિંગ મોમેન્ટનો આ મજેદાર વીડિયો યૂઝર્સને પણ ખાસ્સો પસંદ આવ્યો હતો ઈલેના વર્ગિસ સાથે ચર્ચમાંથી બહાર આવ્યા બાદ તરત જ અભિનવને તેના મિત્રોએ પાંચ વસ્તુઓ પૂરું કરવાનું ટાસ્ક સોંપ્યું હતું 20 હાઈ જમ્પ, 10 પુશઅપ્સ, આઈ લવ યૂ ઈલેના જોશભેર બોલવાનું,બ્રાઈડને કિસ કરવી અને તેની સાથે ડાન્સ કરીને તેને તેડી લેવી નેવી ઓફિસરે જે રીતે આ ટાસ્ક પૂર્ણ કર્યાં હતાં તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો