ઝોમેટો કંપની કે તેમાં કામ કરનાર ડિલિવરી બોય હંમેશાં સોશિયલ મીડિયામાં યૂઝર્સની રડારમાં જ હોય છે તેવામાં એક દિવ્યાંગ યુવકનોઈનસ્પિરેશનલ વીડિયો વાઈરલ થતાં જ યૂઝર્સે તેના ભરપૂર વખાણ કર્યા હતા ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોને જોઈને બધાની એક જપ્રતિક્રિયા હતી કે આ સુખદ ઘટનાએ અમારો દિવસ સુધારી દીધો છે જે વ્યક્તિએ આ વીડિયો અપલોડ કર્યો હતો તેમણે એ પણ જણાવ્યુંહતું કે રાજસ્થાનના બ્યાવરમાં ટ્રાઈસિકલ લઈને ફૂડની હોમ ડિલિવરી કરતા યુવકનું નામ રામુજી હોવાનું જાણવા મળ્યું છે આ વીડિયો જોયા બાદ ઝોમેટોના અકાઉન્ટ પરથી પણ આ યુવકનેસુપર હીરો કહીને બિરદાવતી કોમેન્ટ કરવામાં આવી હતીસૌ કોઈએ તેની જીવન સાથે ઝઝૂમવાની આવી ઝિંદાદિલીને પણ બિરદાવી હતી કેટલાક યૂઝર્સે તોતેના જેવા અન્ય વિકલાંગ ડિલિવરી બોય માટે ક્રાઉડ ફંડિગની મદદ લઈને તેમને ઈલેક્ટ્રીક બાઈક આપવાની વાત કરી હતી