વડોદરાઃશહેરના આરસી દત્ત રોડ, રેસકોર્ષ સર્કલ ઉપર આવેલી પિઝા હટ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે જમવા ગયેલા પરિવારે 6 વર્ષની દીકરી માટે મંગાવેલા રોલ પિઝામાંથી વંદો નીકળ્યો હતો જેને પગલે પરિવારે હોબાળો મચાવી મૂક્યો હતો આ દરમિયાન આજે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઇ હતી પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ દરવાજો ના ખોલતા ટીમ અડધો કલાક બહાર ઉભી રહી હતી ત્યાર બાદ આરોગ્ય વિભાગે પિઝા હટને નોટિસ ફટકારી અને રેસ્ટોરન્ટમાંથી 50 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો સંચાલકોએ જણાવ્યું હતું કે, અમારી ઉપરની ઓથોરિટી દ્વારા આજે પિઝા હટ બંધ કરી દેવાની સુચના આપતા આજના દિવસ પુરતું બંધ રાખવામાં આવ્યું હતું
પરિવારે હોબાળો મચાવ્યો હતો
વડોદરાવાસી નિરલ મહેતા તેમના પરિવાર સાથે મોડી રાત્રે આરસી દત્ત રોડ, અલકાપુરીમાં આવેલ પિઝા હટ ફાસ્ટફૂડમાં જમવા માટે ગયા હતા પરિવારે પોતાની 6 વર્ષની દીકરી માટે રોલ પિઝા મંગાવ્યો હતો રોલ પીઝાની ઉપર વંદો જણાઇ આવતા પરિવારે હોબાળો મચાવી મૂક્યો હતો અને પિઝા હટના મેનેજરને વંદા અંગેની જાણ કરી હતી પરંતુ, મેનેજર પંદર મિનિટ સુધી ન આવતા પરિવારે પિઝાની ડીશમાં આવેલા વંદા સાથેનો પોતાના મોબાઇલમાં વિડિયો વાઈરલ કર્યો હતો