વડોદરાઃવડોદરા શહેરની એમએસયુનિવર્સિટીના પૂર્વ એફઆર નીકુલ ભરવાડે પોતાના જન્મદિવસે કોમર્સ ફેકલ્ટી યુનિટ બિલ્ડીંગ ખાતે મફત હેલ્મેટનું વિતરણ કર્યું હતું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 50 જેટલા આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટનું મફત વિતરણ કરીને ટ્રાફિક સેફ્ટીનો મેસેજ આપ્યો હતો નીકુલ ભરવાડે પોતાની બર્થ ડે પાર્ટીના બદલે હેલ્મેટ વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી
ટ્રાફિક સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના આશયથી હેલ્મેટનું વિતરણ કર્યું
કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં હેલ્મેટ પહેરવા પર મોટો દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે, ત્યારે વડોદરાની એમએસયુનિવર્સિટીના પૂર્વ એફઆર નીકુલ ભરવાડે પોતાના જન્મદિવસે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના આશયથી હેલ્મેટનું વિતરણ કર્યું હતું નીકુલ ભરવાડે જણાવ્યું હતું કે, મારા જન્મદિવસે મેં 50 જેટલા હેલ્મેટનું મફત વિતરણ કર્યું છે 15 ઓક્ટોબરથી અમલી થનારા ટ્રાફિકના નવા નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવુ જોઇએ અને હેલ્મેટ તો ફરજીયાતપણે પહેરવુ જોઇએ મે હેલ્મેટ વિતરણ કરીને લોકોમાં પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે