મંગળવારે ખ્યાતનામ સંગીતકારખય્યામને અંતિમ વિદાઈ અપાઈ હતી જ્યાં ખય્યામના પરિવારને સાંત્વના આપવા માટે દિગ્ગજ સિંગર સોનુ નિગમ સહિત સિને જગતના મોટા કલાકારો પહોંચ્યાં હતાં આ દરમ્યાન એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનુ નિગમ, સંગીતકાર ખય્યામના જનાજાને કાંધ આપતો દેખાય છેવાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીની આંખે ખય્યામ સાહેબના પાર્થિવ દેહને લઈ જવાઈ રહ્યો છે કાંધ અપાનારાઓમાં સોનુ નિગમ સૌથી આગળ નજરે પડે છે મહાન સંગીતકારને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી ખૈય્યામનાનિધનથીબૉલિવૂડ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે પ્રધાનમંત્રી મોદીએ પણ ખય્યામ સાહેબના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો