રાજકોટ:પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા