પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના અંતિમસંસ્કાર થોડી વારમાં જ રાજકીય સન્માનની સાથે નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે અહીં પરિવારના સભ્યો અને નેતાઓએ તેમને અંતિમ વિદાય આપી આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો અહીં અમિત શાહ, રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી જેટલીએ શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ 66 વર્ષના હતા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા જેટલી કેન્સરથી પીડાઈ રહ્યાં હતા