અમદાવાદઃ750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે આજે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે