અમદાવાદઃ વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી શહેર હજી બહાર નથી આવ્યું ત્યાં ગટરના પાણી ઉભરાવાના કિસ્સા શહેરના અનેક વિસ્તારોમાં બન્યા છે ગટરનું પાણી બેક મારતા સ્થાનિકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યાં છે અમદાવાદને અડીને આવેલા બોપલ-ઘુમા સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, મહાદેવનગર જેવા વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ઘરોમાં પણ ઘૂસી રહ્યાં છે ગટરના પાણીથી રોગચાળો થવાની દહેશતના પગલે રહિશોએ રોષ વ્યક્ત કર્યો છે