અમદાવાદઃ જૈનોના આસ્થાના કેન્દ્ર ઉત્તર ગુજરાતના મહૂડી તીર્થ ધામ અને જૈન મુનિ શ્રી બુદ્ધિ સાગર સુરિશ્વરજીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાલ કિલ્લા પર આપેલા વ્યક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે પીએમ મોદીએ પોતાના વ્યક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, મારો જન્મ ગુજરાતમાં થયો, ગુજરાતમાં એક મહુડી કરીને તીર્થ ક્ષેત્ર છે જૈન સમુદાયના લોકો ત્યાં આવતા જતા રહે છે આજથી લગભગ 100 વર્ષ પહેલા ત્યાં એક જૈન મુનિ થઈ ગયા તેઓ ખેડૂતના ઘરમાં જન્મ્યા હતા પરંતુ જૈન પરંપરા સાથે જોડાઈને દીક્ષિત થયા અને જૈન મુનિ બન્યા લગભગ 100 વર્ષ પહેલા બુદ્ધિ સાગરજી મહારાજે લખ્યું છે કે, એક દિવસ એવો આવશે જ્યારે પાણી કિરાણાની દુકાનમાં વેચાતું હશે આજે આપણે પીવાનું પાણી કિરાણાની દુકાનમાંથી લઈએ છીએ, આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ