એકલા રહેતા સીનિયર સિટિઝન્સના માથે હંમેશા ખતરો મંડાયેલો જ હોય છે ચોર-લૂંટારૂઓ માટે પણ આવા કપલ્સ સોફ્ટ ટારગેટ હોય છે કેમકેતેઓ ઉંમરના કારણે અશક્ત હોવાથી વધુ પ્રતિકાર કર્યા વિના જ તાબે થઈ જતા હોય છે જો કે, આ બધાની વચ્ચે ચેન્નાઈના પેડ્ડીમાં અનોખો જઘટનાક્રમ સામે આવ્યો હતો જ્યાં રાત્રે એક કપલને મારીને લૂંટી લેવાના ઈરાદે ત્રાટકેલા બે ચોરોની હાલત કફોડી થઈ ગઈ હતી કલ્યાણીપુરમનામના ગામમાં એકલા રહેતા કપલને આસાનીથી મારીને કે ધમકાવીને લૂંટના મનસૂબા સાથે ઘરમાં પ્રવેશેલા બંને તસ્કરોને ઉભા પગે ભાગવાનોવારો આવ્યો હતો દંપતીએ સાથે મળીને જે સાહસ બતાવ્યું હતું તે સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું