અમદાવાદઃશહેરમાં છેલ્લા ઘણા સમયથી ગઠીયાઓ બેફામ બન્યા છે, ત્યારે આજે શહેરના માધુપુરામાં એડ્રેસ પૂછવાના બહાને એક ગઠીયો એક્ટિવાની ડેકીમાંથી પૈસાની ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો એક વ્યક્તિ પાસે આવીને અજાણ્યો શખ્સ એડ્રેસ પૂછે છે ત્યાર બાદ તેને એડ્રેસ બતાવવા રોડ પર જાય છે જ્યાં અગાઉથી જ એક ગઠીયો ઉઠાંતરી કરવાની રાહ જોઈને ઉભેલો હોય છે આ દરમિયાન તે તકનો લાભ લઈને એક્ટિવા પાસે આવે છે અને એક્ટિવાની ડેકીનો લોક ખોલીને પૈસાની ઉઠાંતરી કરી બાઈક પર નાસી છૂટે છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે આ મામલે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે