રોડ પર સર્જાતા અનેક અકસ્માતોના ભયાનક કહી શકાય તેવા વીડિયો અવારનવાર સામે આવતા જ હોય છે જો કે, ચંદીગઢના સેક્ટર 37માં જે અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી જોઈને દરેકને નવાઈ લાગી હતી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક નાની કારની સામાન્ય કહી શકાય તેવી ટક્કરના કારણે અંદાજે 2 ટનની એસયૂવી કાર હવામાં ઉડીને સામે પાર્ક થયેલી અન્ય કાર પર જઈને પછડાઈ હતી ત્રણ રસ્તા હોવા છતાં પણ કારચાલકે કોઈ કારણોસર કારની ગતિ ઓછી નહોતી કરી ત્યાં જ તેની પાછળથી પસાર થઈ ગયેલી કારની પણ સામાન્ય ટક્કર વાગતાં જ ફોર્ચ્યૂનર સીધી જ હવામાં ઉછળીને સામે પડેલીHyundai Verna પર પટકાઈ હતી લોકોએ પણ કારચાલકને શક્ય તેટલો જલદી બહાર નીકાળ્યો હતો ઘટનાસ્થળે પહોંચીને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લી માહિતી મુજબ કારચાલકે કોઈ પણ પ્રકારના નશાનું સેવન પણ નહોતું કર્યું આ સીસીટીવી જોયા બાદ પણ નક્કી નથી થઈ શકતું કે એવું તે શું થયું હતું કે ટોયોટા ફોર્ચ્યૂનર આટલી હવામાં ઉછળી હતી પોલીસે પણ એટલું જ અનુમાન લગાવ્યું હતું કે કારચાલકે તેની સ્પીડ ઓછી નહોતી કરી જેના લીધે જ કારની સાથે આવો અકસ્માત સર્જાયો હતો