વડોદરાઃ વડોદરાવાસીઓ હજુ માંડ પૂરની સ્થિતિમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે ફરીથી વડોદરા શહેરમાં ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે જે ભયજનક સપાટી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 21280 ફૂટ થઇ છે વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે પરશુરામ ભઠ્ઠા સહિતના કાંઠા વિસ્તારના 1 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે