વડોદરાઃ 31 જૂલાઈના રોજ વડોદરા શહેરમાં 8 કલાકમાં જ 20 ઈંચ વરસાદ ખાબકતા છેલ્લા 18 કલાકથી શહેર જળબંબાકાર છે જેને પગલે શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી હતી જેના કારણે વિશ્વામિત્રી નદીમાં રહેતા 300 મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી શક્યતાઓ છે આ અગાઉ વડોદરામાં પૂર આવ્યું ત્યારે શહેરની વિવિધ સોસાયટી, બજારો અને ઘરમાં મગરો ઘુસી ગયા હતા અને લોકો પર હુમલા કર્યાના બનાવો બન્યા હતા ત્યાર બાદ તંત્રએ મગરોને રેસ્ક્યુ કરીને ફરી નદીમાં છોડી દીધા હતા હાલ પણ વડોદરાવાસીઓને પાણીની સાથે સાથે મગરનો પણ ડર સતાવી રહ્યો છે જેથી ઘરમાં પાણીની સાથે મગર ન ઘુસે તેની પણ સાવચેતી રાખી રહ્યા છે