સુરતઃ પુણા પોલીસ સ્ટેશનના એલઆર (પ્રોબેશનર પોલીસ કોન્સ્ટેબલ)એ ગુરૂવારે સાંજે સારોલી બ્રીજ પાસે એક મહિલાને રસ્તામાં રોકી દારૂની 30 બાટલીઓ કબજે કરી હતી એલઆરે મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરીને દારૂ લઈ લીધો અને પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ સંતાડી દીધો હતો ઇન્સ્પેક્ટરએ જાતે પોલીસ કમ્પાઉન્ડમાં જ છાપો મારીને દારૂની 30 બોટલો કબજે કરી હતી