રાજકોટ: રાજકોટમાં મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ અને આરોગ્યમ યોગ કેન્દ્ર ચલાવતા અલ્પાબેન પારેખ દ્વારા વરસાદ ખેંચાતા 150થી વધુ મહિલાઓ સાથે દીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગુરૂપૂર્ણિના દિવસે દીપયજ્ઞનું આયોજન કરી મેઘરાજાને રીઝવવા પ્રયાસ કર્યો હતો આ યજ્ઞ ગાયત્રી શક્તિપીઠના રમાબેન દ્વારા કરાવવામાં આવ્યો હતો જેમાં માતાઓ, દીકરીઓ પોતાના ઘરેથી દીવડા લાવી દીપ યજ્ઞનો લાભ લીધો હતો