નવી દિલ્હીઃપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ તેના બિઝનેસ પાર્ટનરની વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ કરી છે તેમના જણાવ્યા પ્રમાણે પાર્ટનરોએ તેમની નકલી સહીથી લેેન્ડર્સ પાસેથી 45 કરોડ રૂપિયાની લોન લીધી પોલિસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે
આરતી સહેવાગની એક એગ્રો-બેઝડ કંપની છે તેમાં આઠ પાર્ટનર છે આરતીએ ફરિયાદમાં કહ્યું કે પાર્ટનરોએ લેન્ડર્સ સામે મારા પતિનું નામ વાપરીને લોન લીધી તેમણે લેન્ડર્સને બે પોસ્ટડેટેડ ચેક પણ આપ્યા છે