દીવ:દીવમાં એન્ટ્રીના નામે વધુ રૂપિયા પોલીસ ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના 140 રૂપિયા લેવામાં આવ્યા હતા ઉપરાંત વધુ 60 રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી હોવોનો આક્ષપ એક નાગરિકે કર્યો છે દરરોજ હજારો પ્રવાસીઓ પાસેથી એન્ટ્રીના નામે ઉઘરાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ અંગે નાગરિક દ્વારા વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે