વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઈદડા-પુલાવ લેવા ગયેલો પતિ વહેલો ન આવતા પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે
મળતી માહિતી પ્રમાણે, શહેરના અલકાપુરી વિસ્તારમાં વડીવાડી ખાતે મનિષા વિશાલભાઇ ભાવસારે (ઉવ 22) પતિ સાથે રહેતો હતો દરમિયાન મોડી રાત્રે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ઇદડા અને પુલાવ લેવા ગયેલો પતિ વહેલો ન આવતા પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું સયાજીગંજ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જોકે, પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે