ભાવનગર: સિહોર તાલુકાના સોનગઢ ગામે રહેતા અને સિહોરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર ગઇકાલે ગુરૂવારે કામ પરથી મોટર સાયકલ પર ઘરે જતા હતા આ વખતે સિહોર-સોનગઢ રોડ પર આવેલા પાણીના પરબ પાસે કોઇ અજાણ્યા શખ્સોએ ધારીયા અને તલવાર વડે હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા બાદમાં પોલીસે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો અને પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ વધી છે