અમદાવાદઃ રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચની હત્યાના મામલામાં પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને છ માંગો સરકાર સમક્ષ મૂકી છે સરકારને બે કલાકનું અલ્ટિમેટમ પરિવારજનો દ્વારા આપવામાં આવ્યું છે જો બે કલાકમાં સરકાર તેમની છ માગ પૂરી નહીં કરે તો મૃતદેહને સચિવાલય લઇ જશે અને આત્મવિલોપન કરવાની ચિમકી પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે પરિવારજનોએ માગ કરી છેકે પરિવારને સુરક્ષા આપવામાં આવે, હથિયાર રાખવાનો પરવાનો આપવામાં આવે, કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે, સુરક્ષા પાછી ખેંચનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પસંદગીના સરકારી વકીલ રાખવા દેવામાં આવે તેમજ અગાઉના બોટાદમાં ચાલી રહેલા કેસોની ડે ટૂ ડે તપાસ થાય તે માટે કેસોની અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે આ છ માંગો સાથે અત્યારે પરિવારજનો સિવિલ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠાં છે