સુરતઃ સરા જાહેર ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે ભાગાતળાવ, જેકે ચેમ્બર નજીક જાહેરમાં રૂ 980 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણને પોલીસે પકડી પાડ્યા છે આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો જેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે