ગોંડલ: ગોંડલની નાની બજારમાં ગટરનું પાણી ઉભરાતા વગર વરસાદે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યું હતું વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં નક્કર પરિણામ આવ્યું નથી ગટરના પાણીથી આસપાસના લોકો પરેશાન થયા છે રાજકોટ મનપા દ્વારા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે બનાવવામાં આવેલા અરવિંદ મણિયાર 3 માળિયા ક્વાર્ટરની જગ્યા પર હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવાના નિર્ણય બાદ આજે દોઢ વર્ષ હોવા છતાં ત્યાં કોઇ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી જો કે કામ તો દૂરની વાત છે અહીંયા ખાલીખમ પડેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં લોકોને આપવામાં આવેલી પાણીની લાઇન પણ બંધ કરવામાં આવતા રોજ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે