ભાવનગર: વલ્લભીપુરના પાટણા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે 15થી 20 દિવસે પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગ્રામજનોએ કલેક્ટરથી લઇ ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં પીવાનું પાણી અંગે અધિકારીઓએ કોઇ યોગ્ય પગલા ન લેતા આજે ગ્રામજનો પાણીના પ્રશ્ને રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો હતો મોટી સંખ્યામાં લોકોએ પાણી પ્રશ્ને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો