આ વાત છે વર્લ્ડ કપ 2003ની ઓસ્ટ્રેલિયા અને નામીબિયા ટીમ વચ્ચે મેચ રમાઈ રહી હતી ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મેથ્યુ હેડને 88 રન અને સાઈમન્ડ્સે 59 રન વડે 6 વિકેટે 301 રનનો સ્કોર ઊભો કર્યો હતો કેપ્ટન રિકી પોન્ટીંગ આ મેચમાં પોતાના બેટ વડે ચમત્કાર ન દેખાડી શક્યા અને 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી નામિબીયાની ટીમ ઓસ્ટ્રેલિયાઈ બોલરોની આંધીમાં ઊડી ગઈ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ગ્લેન મેકગ્રાની જાદુઈ બોલિંગે નામિબીયાના કોઈપણ બેટ્સમેનને ટકવા ન દીધા કોઈપણ ખેલાડી 10 રનથી વધુ ન બનાવી શક્યો મેકગ્રાએ 7 ઓવરમાં 7 વિકેટ લઈ વર્લ્ડકપમાં એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો એટલું જ નહીં મેકગ્રાએ 7માંથી 4 ઓવર એવી નાંખી જેમાં 1 પણ રન ન બન્યો આખી નામીબિયા ટીમ 14 ઓવરમાં માત્ર 45 રન બનાવી શકી હતી ઓસ્ટ્રેલિયાએ આ મેચ 45 રનથી જીતી લીધી હતી વર્લ્ડ કપ રેકોર્ડમાં આ જીત દુનિયાની સૌથી મોટી જીત છે