અમદાવાદઃસમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજે(25 જૂન) રાજ્યના દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના 39 તાલુકામાં સવારથી મેઘ મહેર યથાવત રહેતા અડધા ઇંચ થી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જેમાં 16 તાલુકામાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી અને 23 તાલુકામાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે બપોર સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 75 મીમી જેટલો એટલે કે ત્રણ ઇંચ અને મેંદરડામાં ચાર ઇચ તેમજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 64 મીમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સાવરકુંડલાના વાશીયાળીની સ્થાનિક નદીમાં બળદગાડું તણાતા બળદગાડામાં સવાર દંપતીમાંથી શોભના ભાવેશ ઠુંમર નામની મહિલા પૂરમાં તણાઈ હતી