ફોની વાવાઝોડું શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ઓડિશાના પુરી કાંઠે ટકરાયું હતું અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે તેઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અનેક મકાનોને નુકસાન થયું છે આમ, ઓરિસ્સામાં ભયંકર નુકસાન કરીને ફોની બંગાળતરફ આગળ વધ્યું હતું સોશિયલ મીડિયામાં અનેક યૂઝર્સે ઓડિશામાં ત્રાટકેલા આ ફોની નામના વાવાઝોડાએ જે આતંક સર્જ્યો હતો તેના અનેકવીડિયોઝ પણ શેર કરેલા હતા આ વીડિયોઝમાં જોઈ શકાય છે કે 200 કિમી/કલાકની ઝડપે ફૂંકાયેલો પવન જે રસ્તેથી પસાર થયો હતો ત્યાં ત્યાંબધું જ ખેદાનમેદાન કરતો ગયો હતો વિશાળ ઈમારતોથી લઈને ઘરની બારીઓ કે દરવાજો સુધ્ધાં આ વાવાઝોડાએ તેની ઝપેટમાં લઈ લીધા
હતા જોઈ લો ફોની વાવાઝોડાએ પેદા કરેલા ખૌફના આ દસ વીડિયોઝ, જે તમને મહેસૂસ કરાવશે કે કુદરતની તાકાત આગળ મનુષ્ય કઈ હદેલાચાર બની જાય છે