પાલનપુર:બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદથી જીરું, દિવેલા, એરંડા, રાયડામાં ઇયળના ઉપદ્રવની દહેશત છે બનાસકાઠા જિલ્લામાં ગુરૂવારે થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાન થયું છે જિલ્લાના મોટાભાગના ખેતરોમાં ઊભેલો પાક પડી ભાંગ્યો હતો જેને લઇ ખેડૂતોના પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઇ છે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ખેતરોમાં ટામેટા સહિત મરચાંના પાકો પડી ભાંગ્યા હતા