ડીસા: ડીસાના બુરાલ ગામથી પાલનપુર જઇ રહેલા યુવકને લક્ષ્મીપુરા પાસે ટ્રેક્ટર ચાલક દ્વારા ટક્કર મારતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી યુવકને સારવાર અર્થે 108ની મદદથી ડીસા સિવિલ ખસેડાયો હતો જ્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે