હિંમતનગર:પ્રાંતિજ તાલુકાના સુખડ ગામ નજીક રોડ પર અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યો હતો જેને પગલે સાબરકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા ડોગ સ્કોવડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે
પોલીસે અકસ્માતે મોતના ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા સુખડ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો આ મામલે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે