વડોદરાઃ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદને કારણે પાટિયા પુલ પાસે મહાકાય શીલા ધરાશાયી થઇ હતી યાત્રિકોની સાવચેતીને ધ્યાને રાખીને પહેલાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જોકે બાદમાં વૈકલ્પિક રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો અને માર્ગ પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શીલા ધરાશાયી થવાને કારણે નિજ મંદિર સુધી પાણી પુરવઠો પુરો પાડતી પાઇપ લાઇનમાં ભંગાણ થયું છે