ભારત પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં રોહીત શર્માએ શાનદાર 140 રન ફટકાર્યા હતા મેચમાં ભારતની જ્વલંત જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહીત શર્માને પાકિસ્તાની પત્રકારે પૂછ્યું, પાક બેટ્સમેનને તેમની બેટિંગ સુધારવા માટે શું સલાહ આપશો? આ સંભલી રોહીતે ફની પરંતુ સ્માર્ટ જવાબ આપતાં કહ્યું કે, જો હું પાકિસ્તાની ટીમનો કોચ બનીશ તો જરૂર જણાવીશ આ જવાબ સાંભળી પ્રેસ રીપોર્ટર્સમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતુ