પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના લાઈવ શોમાં એક મેલ એંકરે કોલરને ખોટા સમયે એક એવો ખોટો સવાલ કરી દીધો હતો કે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતોઆ વીડિયો જોઈને યૂઝર્સ પણ તેમનું હસવું રોકી શક્યા નહોતાવાત જાણે એમ હતી કે આ ચેનલના મોર્નિગ શોમાં તેઓ તેમના દર્શકોની "વાળ ખરવાની સમસ્યા"નું સમાધાન એક્સપર્ટ સાથે કરતા હતા લાઈવ શો હોવાથી કોલ લાઈન પણ ઓપન હતી, જેમાં એક યુવા કોલરે તેની સમસ્યા જણાવીને કહ્યું હતું કે તેની ઉંમર 27 વર્ષની છે પણ 23મા વર્ષે તો તેમા માથામાં ટાલ પડી ગઈ છે જો કે આ સમસ્યા સાંભળીને હજુ મહિલા એક્સપર્ટ સામે કોઈ સવાલ કરે તે પહેલાં તો મેલ એંકરે જ સવાલ પૂછી લીધો હતો કે તો હવે તમારા માથામાં કેટલા વાળ વધ્યા છે? જે બાદ તે યુવા કોલરે જે ઉદાહરણ આપ્યું હતું તે સાંભળીને સ્ટુડિયોમાં રહેલ અન્ય સ્ટાફ પણ હસવા લાગ્યો હતો સાંભળી લો, હુમાયુ નામના કોલરે કેવું ઉદાહરણ આપ્યું હતું કે જે બાદ એંકરની પણ બોલતી બંધ થઈ ગઈ હતી