દીપિકા પાદુકોણ તેની અપકમિગ ફિલ્મ છપાકને લઈને ખાસ્સી એવી ચર્ચાઓમાં રહે છે તે પોતે આ ફિલ્મની પ્રોડ્યૂસર પણ છે ટ્રેલર લોંચ સમયે રડી પડેલી દીપિકા ફરી એકવારફિલ્મના ટાઈટલ ટ્રેક લોંચિંગ ઈવેન્ટમાં પણ ભાવુક થઈ હતી જો કે, બાદમાંરિપોર્ટરે તેને એક એવો સવાલ કર્યો હતો કે તે સાંભળીને બે ઘડી તો દીપિકા પણ અવઢવમાં પડી ગઈહતી સવાલ બરાબર ના સમજાતાં ફરી રિપોર્ટરે જ્યારે સીધી રીતે પૂછી લીધું કે આ ફિલ્મમાં ઘરના જ પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે એટલે કે રણવીર સિંહ જ પ્રોડ્યૂસર છેઆ સાંભળીને જ દીપિકાએજબરદસ્ત જવાબ આપતાં કહ્યું હતું કે, એક્સક્યૂઝ મી, આ મારા પૈસા છે, મારી મહેનતના રૂપિયાનું રોકાણ આ ફિલ્મમાં મેં કર્યું છે દીપિકાનાંતેવર જોઈને તરત જ મેઘના ગુલઝાર કે જેઓ આ ફિલ્મનાં ડિરેક્ટર છે તેમણે પણ દીપિકાનો પક્ષ લઈને કહ્યું હતું કે આવી ધારણા બાંધી લેવી યોગ્ય નથી