કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું વર્લ્ડ કપ 1996ના ક્વાર્ટર ફાઈનલના એ મુકાબલાની જેમાં દક્ષિણ આફ્રિકા જીતતા-જીતતા હારી ગયું હતું
વાત છે 11 માર્ચ,1996ની, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલની મેચ હતી વેસ્ટ ઈન્ડિઝે લારાના 111 રન દ્વારા 50 ઓવરમાં 264 રનનો સ્કોર બનાવ્યો હતો ક્વાર્ટર ફાઈનલ પહેલાંની મેચોમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ આ માટે દરેકને એવું જ લાગતું હતુ કે આ વખતે વર્લ્ડ કપનું ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા જ બનશે પરંતુ આવું થયું નહીં સારી શરૂઆત મળવા છતાં ગેમ વેસ્ટ ઈન્ડિઝની ઝોળીમાં ચાલી ગઈ દક્ષિણ આફ્રિકાએ એક સમયે માત્ર 3 વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા હતા પરંતુ, પછીના 59 રન માં જ એટલે કે 245 રને બાકીની 7 વિકેટ પણ ગુમાવી દીધી વેસ્ટ ઈન્ડિઝે 19 રનથી મેચ જીતી લીધી અને દક્ષિણ આફ્રિકા બહાર થઈ ગયું