વીડિયો ડેસ્કઃ ‘દંગલ’ ફૅમ ઝાયરા વસીમે અચાનક જ રવિવાર (30 જૂન)એ બોલિવૂડ છોડવાની જાહેરાત કરી છે ઝાયરાએ તેના ઓફિશિલ ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામમાં એક લાંબી પોસ્ટ શૅર કરીને પોતાના મનની વાત કહી હતી ઝાયરનાં આ નિર્ણય બાદ ચાહકોને નવાઈ લાગી છે
ઝાયરાએ તેની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, ‘પાંચ વર્ષ પહેલાં મેં બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યાર પછીથી જ મારું જીવન આખું બદલાઈ ગયું છે મારી પાંચ વર્ષની બોલિવૂડ યાત્રા ઘણી જ થકવી દે તેવી રહી છે હું મારા અંતરાત્મા સાથે સતત લડતી રહી હતી હું મારા નાનકડાં જીવનમાં આટલી લાંબી લડાઈ લડી શકીશ નહીં અને બોલિવૂડ સાથેના મારા સંબંધો હંમેશ માટે તોડી રહીં છું મેં ઘણું જ સમજી વિચારીને પછી આ નિર્ણય લીધો છે’