અમેરિકાના મૈનહટન શહેરમાં એક 54 માળની ઈમારત પર સોમવારે સાંજે લેન્ડિગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું હતું ન્યૂયોર્કના ગવર્નર એંડ્ર્યૂ કુઓમોએ જણાવ્યું કે ઓગસ્ટા A-109E હેલિકોપ્ટરને કટોકટીની પરિસ્થિતીમાં ઈમારતની છત પર લેન્ડ કરાઈ રહ્યું હતું આ દરમિયાન હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી ઈમારતમાં હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા