સોનિયા ફરી સંસદીય દળના નેતા બન્યા, રાહુલે કહ્યું- પાર્ટીનો દરેક સભ્ય બંધારણ માટે લડતો રહેશે

DivyaBhaskar 2019-06-01

Views 1.4K

સંસદ ભવનમાં શનિવારે કોંગ્રેસના 52 નવા ચૂંટાયેલા સાંસદો, રાજયસભાના સભ્યો અને જનરલ સેક્રેટરીઓની બઠકમાં સોનિયા ગાંધીને ચોથી વાર પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે સોનિયા 2004થી સતત આ પદ પર છે સોનિયાએ 12 કરોડ વોટરોનો કોંગ્રેસ પર ભરોસો રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સોનિયા એ કહ્યું કે પાર્ટી હાલના પડકારો સામે અડગ છે અને બીજી વખત ઉભી થશે અમે લોકોના અધિકારો માટે રસ્તા પર અને સંસદ બંને જગ્યાએ લડીશું

કોંગ્રેસ સંસદીય દળન બેઠકને સંબોધિત કરતા સોનિયાએ કહ્યું કે આ અમારા માટે સંકટનો સમય છે પરંતુ તેમાં અભૂતપૂર્વ તક પણ સમાયેલી છે હવે એ અમારી ઉપર છે કે અમે તેને કેટલી વિનમ્રતા અને આત્મવિશ્વાસથી લઈએ છીએ હારથી જ શીખવાની જરૂરિયાત છે દેશના લોકોને અમારી સમ્માનપૂર્વક જનાદેશ સ્વીકારવા અને પોતાનામાં સુધારાની અપેક્ષા છે અમે જાણીએ છેીએ કે અમારી સામે કયા પડકારો છે ? અમે જરૂર પરત ફરીશું અમે સરકારને તેમના વાયદાઓ યાદ કરાવીશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS