રાજકોટ: રાજકોટના રેસકોર્સમાં આવેલી શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે મોદીના ચિત્રો અને આર્ટનું મેગા એક્ઝિબિશન રીવાબા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં મોદીનું નાનપણ, યુવાવસ્થાથી લઇ અત્યાર સુધીના દરેક તબક્કાનું જીવન ચિત્રો અને આર્ટમાં જોવા મળી રહ્યું છે 200થી વધું આર્ટિસ્ટોએ વડાપ્રધાનના જીવનને ચિત્રોમાં કંડાર્યું છે એક્ઝિબિશનમાં મોદીના 1 હજારથી વધુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે