કેવડિયાઃસ્ટેચ્યુ ઓફ યુનિટી એક વર્ષ પૂર્ણ થતાં 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદીની હાજરીમાં કેવડિયા ખાતે ઉજવણી કરવામાં આવનાર છે જેને લઇને કેવડિયામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહ સચિવ અભય ભલ્લાની આગેવાનીમાં 100થી વધુ ઉચ્ચ અધિકારીઓએ આજે કેવડિયામાં ધામ નાખ્યા હતા પીએમ મોદીની સુચિત મૂલાકાત સંદર્ભે કેવડિયા કોલોની ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ-વરિષ્ઠ અધિકારીશ્રીઓએ આજે કેવડીયા કોલોનીની મુલાકાત લઇ ગુજરાતના વહિવટી-પોલીસ વિભાગ તેમજ નર્મદા નિગમના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કાર્યક્રમના સૂચિત સ્થળોની મુલાકાત લઇને પ્રાથમિક ચર્ચા-વિચારણા સાથે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો