વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પર ખંડેર હાલતમાં પડી રહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થઇ ગયેલા મકાનો અને ગાર્ડન જગ્યાની આજે મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી હતી અને આ આવાસો જમીન દોસ્ત કરવા તેમજ વહેલી તકે ગાર્ડનનું કામ પૂરું કરવા સ્થાનિક કાઉન્સિલર અને લોકોને ખાત્રી આપી હતી મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબહેન વ્યાસે જણાવ્યું હતું કે, આજવા નવજીવન સોસાયટી પાછળ ખંડેર થઇ ગયેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 500 જેટલા મકાનો છે આ આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હતા જેથી આવાસો જમીન દોસ્ત કરી તે સ્થળે અન્ય આયોજન કરવા તેમજ વિસ્તારમાં આવેલ ગાર્ડનની જગ્યાએ વહેલી તકે ગાર્ડન બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હતી આજે મ્યુનિસિપલ કમિશનરે બંને સ્થળોની મુલાકાત લીધી હતી અને બંને પ્રશ્નો વહેલી તકે હલ કરવાની ખાત્રી આપી છે આગામી ચોમાસા પૂર્વે ગાર્ડનની પણ કામગીરી પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી છે