અરવલ્લીઃમોડાસાની પીડિતાના મોતનો મામલે સીઆઇડી ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી છે સીઆઈડીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સીઆઈડીની ટીમે જ્યાં લાશ લટકતી હતી તે વડના ઝાડની નીચેની જમીનથી લાશ લટકતી હતી ત્યાં સુધીની લંબાઈ પણ માપી હતી ત્યારબાદ સગીરાના પરિવાર સાથે બેઠક કરી હતી ઝડપથી પીડિતાના મોતનું રહસ્ય શોધી કાઢવા સીઆઈડીની ટીમે તપાસ તેજ કરી છે