વડોદરાઃલોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર બાદ હવે સમય મળતા મેયર, સાંસદ અને કાઉન્સિલર્સેએ આજે દૂષિત પાણી પી રહેલા આજવા રોડ કમલાનગરની મુલાકાત લીધી હતી સ્થાનિક લોકોએ દૂષિત પાણી આવવાના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વેદના વ્યક્ત કરી હતી અને દૂષિત પાણીનો પ્રશ્ન વહેલીતકે હલ કરવા માટે રજૂઆત કરી હતી