પાંચમા માળેથી પડતા બાળકને છાતી પર ઝીલ્યો, સૂઝબૂઝથી બચાવ્યો

DivyaBhaskar 2019-05-29

Views 4.4K

ચીનમાં આવેલ ઝિંજ્યાંગ પ્રાંતના ઉદગુરમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી હતી 23 મેના રોજ સર્જાયેલા આ અક્સ્માતના સીસીટીવી પણ સામે આવતાં જ લોકોએ આ 28 વર્ષીય યુવાનની સૂઝબૂઝના વખાણ કર્યા હતા જો કદાચ તેમણે આ પ્રકારની સતર્કતા ના બતાવી હોત તો પાંચમા માળેથી પટકાયેલું બાળક આજે જીવતું ના હોત સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કાર પાર્કિગ કરતા સમયે તેમની નજર અચાનક જ ઉપર જાય છે જ્યાં પાંચમા માળની વિંડોમાં એક બાળક લટકી રહ્યું હતું અચાનક તે ત્યાંથી પડતાં જ યુવકે તેને બે હાથ પહોળા કરીને કેચ કરવાનો પ્રયત્ન કર્યો હતોજો કે તેઓ બાળકને પકડી ના શકતાં જ તે માસૂમ તેમની છાતીએ અથડાઈને નીચે પડ્યું હતું સદનસીબે બાળકને પણ કોઈ ગંભીર ઈજા થઈ નહોતી લોકોએ પણ આ યુવાનની હિંમતના વખાણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS